સુક્કી ભાજી
સામગ્રીઃ ૨૫૦ ગ્રામ બટાકા,૫-૬ લીલા મરચાં,આદુનો ટુકડો,૧૨-૧૫ કાચા સીંગદાણા,મીઠું સ્વાદઅનુસાર,૧ ટેબલ સ્પૂન ધાણાજીરુ,૧ ટી સ્પૂન ખાંડ,૧ ટી સ્પૂન હળદર,૧/૨ ટી સ્પૂન જીરુ,મીઠો લીમડો, ૧/૨ ટી સ્પૂન આમચુરનો ભુક્કો કોથમીર ગાર્નિશીંગ માટે
રીતઃ
-બાટાકા બાફી લો તેના માપના ટુકડા કરો
-એક પેનમાં તેલ ગરમ મુકી જીરાનો વઘાર કરો અને મીઠો લીમડો ઉમેરો
-લીલા મરચાં આદુ સીંગદાણાને કટરમાં ક્રશ કરી લો
-હવે બાટાકા વઘારો તેમાં ક્રશ કરેલો લીલો મસાલો ઉમેરો
-તેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરુ, આમચુર પાવડર ઉમેરો
-વ્યવસ્થિત હલાવી તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો