હસમુખો ચહેરો દરેકને ગમે છે. જો કોઇનો ચહેરો હસમુખો હોય તો આપણને તેની સાથે વાત કરવી ખૂબ
ગમે છે. તેમાંય જો તે વ્યકિત સુંદર તથા હસમુખી સ્ત્રી હોય તો આપણે પણ સાતમા આસમાનમાં ઉડવા લાગીએ
છીએ.
એમ કહેવાય છે કે સુંદર ચહેરો હોય અને તે ચહેરા પર નિરંતર હાસ્ય રમતું હોય તો તે વ્યકિત કયાંય નિષ્ફળ
જતી નથી. તાજેતરમાં તમે ્ફ ઊપર શશી થરૂરનો ચહેરો જોયા હશે તે સદાય હસતો જ દેખાતો હતો. તેને
પડેલી મુશ્કેલી દરમિયાન પણ તે હસમુખા જ દેખાતા હતા. આજકાલ યુવતીઓમાં નવો જ ટ્રેન્ડ છલકાઇ રહ્યો
છે. આજની યુવતીઓ લગ્ન પહેલાં સ્માઇલ મેકઓવર કરાવે છે. જેમાં ખાસ કરીને ટૂથ જવેલરી, ટૂથ
વ્હાઇટનગ, ટૂથ ગેપ દૂર કરાવવી વગેરેની ઇલાજ કરાવતી હોય છે. કદાચ યુવતીઓ આ બધું કરાવવા પાછળ
પોતે હોય તેથી વધુ સુંદર દેખાવા આમ કરતી હોય છે.
ઘણી યુવતીઓ આજકાલ સ્માઇલ મેક ઓવર કરાવે છે તો કેટલીક યુવતીઓ જો દાંત વચ્ચે જગા હોય તે
પુરાવે છે તો કોઇ દાંત સેટ કરાવી પોતાની મા ફાડ વધુ આકર્ષક બનાવડાવે છે.
આ બધા પાછળનો એક જ હેતુ છે કે તે દ્વારા તે વધુ સુંદર દેખાય.
કેટલીક કોર્પોેરેટ સેકટર સાથે વણાવેલી વ્યકિતઓ તથા ઘણી સુંદર યુવતીઓ આજકાલ દાંત વચ્ચે ડાયમંડ
મુકાવે છે. જે હાસ્ય સાથે ચમકી ઉઠે છે. જેનાથી તે વ્યકિતનું વ્યકિતત્વ વધુ નિખરી ઉઠે છે.
દાંતની કેટલીક અનોખી સર્જરી
સ્માઇલ મેકઓવર ઃ-
આગળના છ દાંત માટે પોર્સેલિન અથવા કમ્પોઝિટ વિનિયર મટીરિયલનું પડ લગાવાય છે. જેથી મોટા દાંત
સેટ થઇ શકે. આડા અવળા દાંત સુવ્યવસ્થિત રીતે ગોઠવી શકાય જેવી તમારા હાસ્ય સાથે તમારો ચહેરો વધુ
ખીલી ઉઠે.
ટૂથ જવેલરી ઃ-
તમારા આકર્ષક ચહેરામાં દાંત ઊપર આજકાલ એક સાવ નાનકડી પ્રક્રિયા દરમિયાન ડાયમંડ ફિટ કરાવાય
છે. જેમાં માત્ર ૧૦થી ૧૫ મિનિટ લાગે છે. તમારા દાંતમાં ડાયમંડ મુકાવતાં જ તમારો ચહેરો તમારા હસવાની
સાથે જ વધુ ખીલી ઉઠે છે.
ટૂથ વ્હાઇટનગ ઃ-
જો તમારા દાંત પીળા અને ગંદા હોય તો કોઇને જોવા ગમતા નથી. આ માટે તમે દાંતના ડોકટર પાસે જઇ
દાંતમાં વ્હાઇટનગ કરાવી શકો છો. અથવા બ્લિચગની કિટ દ્વારા જાતે પણ કરી શકો છો. આ ક્રિયા તદ્દન
પીડારહિત છે.બે દાંત વચ્ચે જો જગા હોય તો તે દાંતના ડોકટર પૂરી આપે છે.
કલોરોસિસ ઃ-
દાંત બનતા હોય ત્યારે વધુ પડતા કલોરિનવાળા પાણીથી દાંતમાં યલો કે અન્ય કાપા પડી જાય છે. જેને
સિરામિક કે કમ્પોઝિટ વિનિવરથી દૂર કરાય છે. જેથી તમારા દાંત અસલની જેમ ફરી ચમકતા થઇ જાય છે.
ટૂથ કલર ચેન્જ ઃ-
દાંત પીળા પડી ગયા હોય અથવા પાન મસાલાથી ડાઘા પડી ગયા હોય તો ટૂથ કલર બદલી શકાય છે. એર
ફલો સિસ્ટમથી દાંતનો ઓરિજનલ કલર પાછો લાવી શકાય છે.