સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. સિદ્ધપુર નગર ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
સિદ્ધપુરમાંથી કુંવારીકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે, જેના કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.
સિદ્ધપુરમાં જોવા જેવાં સ્થાનો : મુક્તિધામ, રુદ્રમાળ અને અરુડેશ્વર.