સામગ્રી :
બટાટા ૧ કિલો,
સાબુદાણા ૨૫૦ ગ્રામ,
કોથમીર ૧ ઝૂડી,
૬ વાટેલાં લીલાં મરચાં,
૧ લીંબુનો રસ, તજ ૪ ટુકડા,
લીલા નાળિયેરનું ખમણ ૫૦ ગ્રામ,
લવીંગનો ભૂકો ૨ ચમચી, મીઠું પ્રમાણસર
રીત :
સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉતારીને તેનો છૂંદો કરવો. ત્યારબાદ સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી રાખવા. સાબુદાણા ફૂલી જાય એટલે તેને ચાળણીમાં કાઢીને કોરા કરવા. ત્યારબાદ બટાટાના માવામાં સાબુદાણા, મીઠું વાટેલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, કોપરાનું ખમણ, લવીંગનો ભૂકો અને તજનો ભૂકો નાંખીની મિક્સ કરવું. પછી સહેજ તેલવાળો હાથ કરીને તેના ગોળા વાળી લેવા. હવે એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં આ ગોળા તળી લેવા. ગોળા બદામી રંગના થાય એટલે નીચે ઉતારી લેવા. વડાં લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.