સાચો સજજન કોને કહેવાય?
* જે વર્ષાના વાદળની જેમ વર્તે તેને.
-સાગરમાથી તે ખારુ જળ શોધે છે અને મીઠુ જળ વર્ષાવે છે
-સારા-નરસાનો ભેદ કર્યા વિના બધે જળ વર્ષાવ્વ છે
* અન્યની પીડા સમજે, તેને સહાય કરે અને છતા પોતે કાંઈ કર્યું છે એવું અભિમાન ન રાખે.
* જેના વિચાર, વાણી અને વર્તન નિર્મળ હોય.
* જેની દષ્ટિમાં સમાનતા હોય.રાગ-દ્વેષ ન હોય.
* જે લોભ કપટ,પાપ.કામ અને ક્રોધથી મુકત હોય.
* જે પોતાના દોષ અને અન્યના ગુણો જુએ તેને.
* સદાચારને કેન્દ્રમા રાખી જીવન જીવે તેને.
* અન્યના દુ;ખમાં ભાગ પડાવે અને સુખને એકલું ન ભોગવે તેને.
* વિનય,વિવેક અને નિર્દોષતા ન ચુકે તેને.