સાચુ જ્ઞાન કયું?.
* જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે.
* પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું.
* જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન.
* પોતાને પોતાની ઓળખાણ કરાવનાર.
* માયાના બંધનમાથી મુકત કરનાર.
* અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર.
* પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર.
* પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ.
* જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું અભિમાન હોતું નથી.
* સર્વત્ર બ્રહ્મદર્શન.