લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે, અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી, જેમાં કન્યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્માં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે, અને આ સૌભાગ્યવશ પોતાના કપાળે ચાલ્લો
આમ, સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે.
ઓમ ઇષ એકપદી ભવ
ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય શક્તિ મળે .
ઓમ ઉર્જે દ્વિપદી ભવ
ઈશ્વર થી કૃપા થી એકબીજા વડે બળવાન થઈએ
ઓમ રાય સ્પોષાય ત્રિપદી ભવ
ઈશ્વર ની કૃપા થી ધનધાન્ય નું પોષણ કરીએ
ઓમ માયોભ્હ્વ્યાય ચતુર્ષ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે એકબીજા ને સુખી કરીએ
ઓમ પશુભ્ય: મશ્ચપદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે મળી ને પશુપ્રજા પાલન કરીએ
ઓમ રુતુભ્ય ઋતુભ્ય: ષ્ટ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી ઋતુ ઋતુ માં સુખ ભોગવીએ
ઓમ સખ્યાય સપ્તપદી ભવ
ઈશ્વર ની કૃપા થી મૈત્રી સાધી ને એકબીજા ને અનુસરીએ