શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ જિલ્લા આવેલા છે. આ જિલ્લો કાશ્મીર ખીણની મધ્યમાં જેલમ નદીની બંને બાજુ પથરાયેલો છે.સરોવરો, નિર્મળ ઝરણાં, હરિયાળી વનરાજિ, ભવ્ય વૃક્ષો અને ઉન્નત ગિરિશૃંગોથી બનેલી મોતીમાળામાં મઢેલા પન્ના જેવું જણાય છે સિંધુની ખીણનું રક્ષણ કરતો હોય એવો 5,071 મીટરની ઊંચાઈ ધરાવતો હરમુખ પર્વત આ જિલ્લાની પૂર્વમાં આવેલો છે. દક્ષિણ તરફ આવેલા મહાદેવ પર્વત પરથી આખું શ્રીનગર શહેર નજરે પડે છે. ઉત્તર તરફનું તોશ મેદાન 4,200 મીટરની ઊંચાઈ ધરાવે છે. 3,637 મીટરની ઊંચાઈવાળો કાઝીનાગ વાયવ્ય તરફ આવેલો છે. આ બધા પર્વતોની વચ્ચે આવેલો અહીંનો પ્રદેશ નદીઓ, ઝરણાં, ઝરા અને નાળાંની આંતરગૂંથણીવાળો બની રહેલો છે.
જેલમ આ જિલ્લાની એકમાત્ર મહત્વની નદી છે, તે જિલ્લાને અગ્નિ-વાયવ્ય દિશામાં વીંધીને પસાર થાય છે. અહીંથી વહેતાં ઝરણાંમાં સિંધનાળું, દૂધ-ગંગા નાળું, ફ્લડ ચૅનલ, સૂંઠકલ અને કૂટકલનો સમાવેશ થાય છે. દાલ સરોવર અને અંચાર સરોવર અનુક્રમે શ્રીનગર શહેરની પૂર્વ તરફ અને વાયવ્ય તરફ આવેલાં છે.
જિલ્લામાં સફરજન, દ્રાક્ષ, પીચ, ચેરી, અખરોટ અને ખાટાં રસદાર ફળોની ખેતી થાય છે. અન્ય વિસ્તાર ચેર, ચેસ્ટનટ, ઍશ, એલ્ડર, મેપલ, અખરોટ અને સીસમનાં વૃક્ષોથી છવાયેલો છે.જેલમ નદી અને દાલ સરોવરમાં અવરજવર માટે શિકારા જેવી નાની નૌકાઓનું ચલણ વધુ રહે છે. પ્રવાસીઓ માટે નૌકાગૃહો(હાઉસબોટ)ની સુવિધા વિકસેલી છે. શ્રીનગરથી જમ્મુ, કોહાલા, નિશાત, શાલીમાર, હરવાન, લિંગઝિતાંગ તરફના માર્ગો કાર્યરત છે.પ્રવાસન : કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા અપાયેલી છે. ભારત તેમજ દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી અસંખ્ય પ્રવાસીઓની શ્રીનગર ખાતે અવરજવર રહે છે.
શ્રીનગર શહેરની પૂર્વમાં દાલ સરોવર આવેલું છે. તેના પૂર્વ અને દક્ષિણ કાંઠે વૃક્ષોવાળો માર્ગ તૈયાર કરેલો છે. આ સરોવર બે વિભાગોમાં વહેંચાયેલું છે. તેમાં સોના લંક અને રૂપા લંક – સુવર્ણબેટ અને રજતબેટ – નામના બે નાના ટાપુઓનું મુઘલ શહેનશાહોએ નિર્માણ કરાવેલું છે. વળી અહીં ચિનારવૃક્ષો સહિતના બે પ્રવાસવિહારો પણ છે, તેમાં સરોવરમાં વિહાર કરવા નીકળેલા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. આ સરોવરમાં તરતા બગીચાઓ પણ છે, તેમાં ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સરોવરમાં ઉનાળા દરમિયાન કમળ ખીલી ઊઠે છે. માછલીઓના ઉછેરની પ્રવૃત્તિ પણ ચાલે છે.
અહિ ચશ્મેશાહી,પરીમહેલ,શંકરાચાર્ય ટેકરી,બુટિશર મંદિર,અખરા ઇમારત ખાતેનું મંદિર,જામિયા મસ્જિદ,ખનકાહી બુલબુલ શાહ,હઝરતબાલ (મસ્જિદ) વગેરે જોવાલાયક સ્થળોે તેમજ શ્રીનગરથી ઈશાનમાં આશરે 93 કિમી.ને અંતરે, શ્રીનગર-લેહ માર્ગ પર આવેલું વિશાળ હરિયાળું ગોચર સોનમર્ગ પણા જિવાનું ભુલતા નહી