ઉત્તમ કોટીના ચિત્રકાર શ્રી શિવપંડ્યાનો જન્મ ઈ.સ. ૧૯૨૮માં ખેડા જીલ્લાના વસો ગમમાં થયો હતો.કલા ગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાનું શિક્ષણ લીધુ અને કાર્ટુનો પર પણ હાથ અજમાવવા લાગ્યા. ચિત્રલેખા વંદેમાતરમ્,રમકડુ વગેરે સામાયિકોમાં પંડ્યાના ચિત્રો પ્રકાશિત થતા. ‘રમકડું’માં તેમની ચિત્રવાર્તા ચિંચુકાકા ખુબ લોકપ્રિય થઈ હતી.તેમણે ગુજરાતના કેટલાક સાહિત્યકારોના ઠઠ્ઠાચિત્રો પણ સજર્યા હતા. પ્રસંગચિત્રો મુખપૃષ્ઠ અને કાર્ટુંન એ ત્રણેય દિશામાં એણની પીંછીનું લાવણ્ય નીખરી ઊઠતું. તેઓ પેઈન્ટિંગ પણ કુશળતાથી કરી શકતા. તેમણે સુંદર કાવ્યોનું પણ સર્જન કર્યું છે. લોકગીતો ગાવાની તેમને સારી ફાવટ હતી. તેઓ કહેતાં, ‘પીંછીને છેડે એક પતંગિયું બેઠું હોય છે. ક્ષણેક્ષણના એ રંગ પકડે છે. અને ક્ષણ વીતી જતાં એ ઓચિંતું જ ઊડી જાય છે.’ એમનો દિવ્યાત્મા પણ એમ જ ઓચિંતા ઊડી ગયો. તા.૧૩-૭૧૯૭૮ના રોજ એમની પીંછીના રંગ જાણે કે ઝાંખા પડી ગયાં.