વેજ ફ્રાઇડ રાઇસ
સામગ્રી:-
તેલ ૧૦૦ ગ્રામ
લસણની પેસ્ટ ૨ ટી સ્પૂન
આદુની પેસ્ટ ૨ ટી સ્પૂન
લીલી સમારેલી ડુંગળી ૨૫૦ ગ્રામ
કોબી ૨૫૦ ગ્રામ
ગાજરના ટુકડા ૧૦૦ ગ્રામ
લીલા વટાણા ૧૫૦ ગ્રામ
લીલા સમારેલા મરચા ૫ થી ૬
લીલા સમરેલા ધાણા ૨ ટેબલ સ્પૂન
સોયા સૉસ ૨ ટી સ્પૂન
સરકો ૧ ટી સ્પૂન
ચિલ્લી સૉસ ૧ ટેબલ સ્પૂન
બાફેલા ચોખા ૨ કપ
નમક સ્વાદ અનુસાર
અજીનોમોટો ૧/૪ ટી સ્પૂન
બાદીયા, તજ, લવિંગ, તીખા, તેજ પત્તા-વઘાર માટે
રીત:-
૨ કપ બાસમતી ચોખાને બાફી લો.કડાઈ માં ૧૦૦ ગ્રામ તેલ ઉમેરો, તેલ ગરમ થઈ ગયા પછી લસણ-આદુની પેસ્ટને સાતળો.લીલી સમારેલી ડુંગળી, સમારેલા મરચા , વટાણા, ગાજર, કોબી ઉમેરો અને નરમ થઈ ત્યાં સુધી પકાવો.સોયા સૉસ, ચિલ્લી સૉસ, સરકો, અજીનોમોટો અને નમક ઉમેરી મિશ્રણને સારી રીતે મિક્ષ કરો અને પછી ચોખા ઉમેરો. ચોખા અને શાકભાજી સારી રીતે ભળી જાય ત્યાં સુધી મિક્ષ કરો.બીજી કડાઈમાં થોડું તેલ ગરમ કરીને બાદીયા, તજ, લવિંગ, તીખા અને તેજ પત્તાનો વઘાર કરીને વેજ ફ્રાઇડ રાઇસમાં નાંખી દો.ઢાંકી દો અને ૫ મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.લીલી ડુંગળીના ઝીણા સમારેલ પત્તાં અને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા ગરમ પીરસો.
(વેજ ફ્રાઇડ રાઇસ ની સાથે હોટ એંડ સૌર સૂપ, દહિ, લીલી ડુંગળીનું સલાડ અને છાશ પીરસી શકાઈ છે)