વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો….
આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો.
* કાગડા અને વૃક્ષથી થતાં શુકન
(૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે.
અ.નં. વૃક્ષનું નામ શું લાભ થાય
૧. આસોપાલવ = ધન લાભ
૨. અખરોટ = સ્ત્રી લાભ
૩. શાબોર = વિદ્યાલાભ
૪. કેળ/આંકડો = પ્રભુ પ્રાપ્તિ
૫. નારિયેળી = મધુર ભોજન પ્રાપ્ત
૬. વડ = દ્રવ્ય લાભ
૭. આંબો = મનનું ધાર્યું કામ સફળ થાય
૮. લીમડો = વિવાદ કરાવે
૯ ફળ/ફૂલવાળા ઝાડ = ખૂબજ લાભપ્રદ
(૨) કોઈપણ વૃક્ષ/ઝાડ પર કાગડા કઈ દિશામાં માળો નાખે છે. તેના આધારે ફળ નીચે મુજબ છે.
(સૂકા ઝાડ પર માળો કરે તો દુકાળ પડવાની સંભાવના રહે છે.)
અ. નં. ઝાડ પર કઈ દિશામાં માળો છે. ફળ
૧. પૂર્વ = સુકાળ જાણવો
૨. અગ્નિ ખૂણો = પાણીની તકલીફ દૂર થાય
૩. દક્ષિણ = બે માસમાં વરસાદ થાય
૪. નૈઋત્ય ખૂણો = સારો વરસાદ થાય
૫. પશ્ચિમ = બે માસમાં વરસાદ થાય, સુકાળ થાય.
૬. વાયવ્ય ખૂણો = પવન ફૂંકાય, પાણીની અછત ઉભી થાય.
૭. ઉત્તર = સુકાળ થાય.
૮. ઈશાન ખૂણો = અન્ન સારૂ ઉગે પણ છત્ર ભંગ થાય
૯. વૃક્ષની ટોચ પર કે મથાળે = વધુ અનાજ પાકે