વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
નહીતર અચાનક અંધારા થાશે જી…
વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
નહીતર અચાનક અંધારા થાશે જી…
જોત રે જોતા માં દિવસો વિયા રે ગીયા રે બાઈજી
એકવીશ હજાર છસ્સોને કાળ ખાશે જી…
જાણીયા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ…
અધુરીયાને નો કે’વાય જી…
કુપટ રસનો આ ખેલ છે અટપટો રે…
આપી રે મેલો તો સમજાય જી…
મન રે મુકીને તમે, આવો રે મેદાનમાં રે…
જાણી લ્યો જીવ કેરી જાત જી…
સજાતી વિજાતીની જુગતી બતાવુ ને…
બીબે પાડી દઊ બીજી ભાત જી…
પીંડ રે બ્રહ્માંડથી પર છે રે ગુરુજી મારો…
એનો રે દેખાડુ તમને દેશ જી…
ગંગા રે સતી જોને એમ કરી બોલ્યા રે સંતો…
ત્યાં નહી રે માયાનો જરીયે વેશ જી…
વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
નહીતર અચાનક અંધારા થાશે જી…