વિસનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે. વિસનગર નામ વીસલદેવ રાજાના નામ પરથી પડયું છે. ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને \”રણની રાણી\” કહેવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી. વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે.રંગભૂમિના નટ સમ્રાટ જયશંકર \”સુંદરી\” આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ. શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે ખ્યાત છે. વીસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.