પાંઉભાજીનો મસાલો
સામગ્રીઃ આખા ધાણા ૨ ચમચી,
જીરૂ ૧ ચમચી,
આખા લાલ મરચા ૩-૫ નંગ,
હળદર પા ચમચી,
આમચુર ૧ ચમચો,
લવિંગ ૫-૬ નંગ,
એલચી ૧ નંગ,
મરી ૨-૩ નંગ,
તજ ૧ નાનો,
ટુકડો,ચણાની દાળ ૧ ચમચી,
સુંઠનો પાવડર પા ચમચી,
હિંગ પા ચમચી
રીતઃ કડાઈમાં હિંગ,ચણાની દાળ્,આખા ધાણા,જીરૂ,લાલ મરચા,એલચી,લવિંગ,વ અને તજને શેકો.પચી તેનેગેસ પરથી ઉતારીને ક્રશ કરી લો.તેમાં હળદર,સુંઠનો પાવડર અને આમચુર ભેળવો.પાંઉભાજીનો મસાલોનો મસાલો તૈયાર છે.
શાકનો મસાલો
સામગ્રીઃ
હિંગ પા ચમચી,
આખા ધાણા ૨ ચમચી,
વરિયાળી ૧ ચમચો,
જીરૂ ૧ ચમચી,
આમચુર ૧ ચમચી,
મેથી દાણા ૧ ચમચી,
હળદર પા ચમચી,
આખા લાલ મરચા ૨-૩ નંગ
રીતઃ કડાઈમાં હિંગ,આખા ધાણા,વરિયાળી,જીરૂ,લાલ મરચા,મેથી દાણા શેકો.ગેસ પરથી ઉતારીને ક્રશ કરી લો.મસાલો તેયાર થાય તેટલે તેમાં હળાદર ભેળવી લો.શાકનો મસાલો તૈયાર છે.
સામગ્રીઃજીરુ ૪ ચમચી
ફુદીનો ૪ ચમચી,
હિંગ પા ચમચી,
શાહજીરુ ૧ ચમચી,
મરીનો પાવડર ૧ ચમચી,
સુઠ ૧ નાનો ટુકડો,
એલચી ૧ નંગ,
સિંધાલુણ ૨ ચમચી,
મીઠુ ૧ ચમચી
રીતઃ જીરુ અને હિંગને વાટી લો.બીજી બધી સામગ્રીને ભેળાવીને મિકસરમાં ક્રશ કરી લો આ મસાલો વિવિધ રાયતામાં નાખવાથી રાયતું વધારે સ્વાદિષ્ટ લાગે છે.
મેથીનો મસાલો
સામગ્રી:-
૧ કપ મેથીના કુરિયા
૨ ચમચા રાઈનાં કુરિયા
૧ ચમચી હળદર
૨ મોટા ચમચા સરસવનું તેલ અથવા દિવેલ
૧/૪ કપ મીઠુ
ચપટી હિંગ જોઈતા
૨ કપ મરચું
રીત:-
-મીઠાંને એક તવામાં પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી શેકી લો.
-ત્યાર બાદ એક મોટી તપેલી લઈ શેકેલા મીઠાંને પાથરી દો.
-મેથીનાં કુરિયાને એક ચમચી દિવેલ અથવા સરસવનાં તેલમાં આછા તાપે બે મિનિટ શેકવા.
-આ શેકેલા મેથીના કુરિયાને તપેલીમાં મૂકેલાં મીઠાંની ઉપર પાથરો
-આ પ્રમાણે રાઈનાં કુરિયાને શેકીને મેથીનાં કુરિયાની ઉપર પાથરો
-તેમાં થોડી હળદર અને ઉપર હિંગ ઉમેરો
-એક વાડકામાં ૨ ચમચા સરસવનું તેલ અથવા દિવેલ ગરમ કરવું.
-આ ગરમ થયેલું તેલ હિંગ પર રેડવું અને તરત જ ઢાંકી દેવું.
-પાંચ મિનિટ બાદ આ મિશ્રણ મિક્સ કરી લેવું
-આ મિશ્રણ એકદમ ઠંડુ પડે તેમાં મરચું ભેળવો.
ગરમ મસાલો ઃ-
સામગ્રી-
(૧) ૧૦૦ ગ્રામ દગડ ફૂલ
(૨) ૧૦૦ ગ્રામ બાદીયા
(૩) ૧૦૦ ગ્રામ તમાલપત્ર
(૪) ૬૦૦ ગ્રામ ધાણી
(૫) ૪૦ ગ્રામ તજ
(૬) ૪૦ ગ્રામ લવીંગ
ઊપરની ૬ વસ્તુ – થોડુંક તેલ મૂકી દરેક વસ્તુ અલગ અલગ શેકવી.
(૧) ૧૦૦ ગ્રામ શાહજીરૂ
(૨) ૪૦ ગ્રામ ઇલાયચી
(૩) ૮૦ ગ્રામ નાગ કેસર
(૪) ૨૦૦ ગ્રામ જીરૂ
(૫) ૫૦ ગ્રામ જાવંત્રી
(૬) ૨ નંગ જાયફળ મોટા
આ ૬ વસ્તુ શેકવી નહી.
રીત-
બધીજ વસ્તુ શેકેલી, ન શેકેલી. બધીજ વસ્તુ મીકસરમા ખાંડી લેવી. ચાળી લેવી. પછી તેમા ૨૫૦ ગ્રામ લાલ મરચું ૫૦ ગ્રામ હળદર બંન્ને પાઊડર ભેળવી ફરી ચાળી લેવું.
ચ્હાનો મસાલો ઃ-
સામગ્રી-
૧૦૦ ગ્રામ સુંઠ પાઊડર
૫૦ ગ્રામ તજ પાઊડર
૫૦ ગ્રામ મરી પાઊડર
૨૫ ગ્રામ ઇલાયચી પાઊડર
૧ નંગ જાયફળ
થોડીક જાવંત્રી પાઊડર
રીત-
બધાજ પાઊડર ભેગા કરી ૩ વાર ચાળો. બોટલમા ભરો.
ચાટ મસાલો ઃ-
સામગ્રી-
૫૦ ગ્રામ આંબોળીયાનો પાઊડર
૩૦ ગ્રામ કાચા જીરાનો પાઊડર
૨૦ ગ્રામ મરીનો પાઊડર
૨ ટી.સ્પૂન સંચળ
પ્રમાણસર મીઠું
રીત-
બધું જ મેંદાની ચારણીથી ૩ વાર ચાળી બોટલમા ભરવું.