બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે વિજ જોડાણ મિટર
યોજનાની રૂપરેખા :
આ યોજના રાજયમાં ગરીબી રેખા નીચે જીવતા બી.પી.એલ પરીવારો ને રાહત ભાવે વીજ કનેકશન આપવામા આવે છે.
પધ્ધતી :-
૧. મીટર કનેકશન મેળવવા માટે આપણે નગરપાલીકા મા રૂા.૧૦૦ ભરી તેની રસીદ લેવી ત્યાર બાદ રૂા.૧૦૦ વારા સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરી તેમા નોટરી વકીલ ના સહી સીકકા લેવા જેની સાથે જરૂરી આધારો જોડી ફોર્મ પી.જી.વી.સી.એલ.માં જમા કરાવવા
૨. એક માસ બાદ પી.જી.વી.સી.એલ. દ્વારા આવેલ કોલના નાણા રૂા. ૫૦૦/- સમયસર ભરપાઇ કરવાથી મિટર કનેકશન મળી શકે છે.
સહાય કોને મળી શકે
૧. શહેરી વિસ્તારમાં રહેતા બી.પી.એલ. પરીવાર
મળવાપાત્ર સહાય
૧. લાઇટ મીટર
આધાર પુરાવા
૧. રાશનકાર્ડ
૨. ચુંટણીકાર્ડ
૩. પાડોશીનુ છેલ્લુ લાઇટ બીલ
૪. ૨ પાસ્પોર્ટ સાઇઝ ફોટા
૫. કરવેરાની પહોચ (જો હોય તો) પી.જી.વી.સી.એલ
અરજીપત્ર :
નિયત અરજી પત્ર માં અરજી કરવી.
અંદાજીત ખર્ચ : અંદાજે રૂ.૧૦૦૦/-