જદગીમાં આવો અનુભવ લગભગ દરેકને થતો હશે કે આખી જદગી દરમિયાન કદી ન જોયેલી વ્યકિત
ઊપર આપણને અપાર પ્રેમ કે અપાર નફરત થાય છે. આવું કેમ ? ઘણા આ બાબતને પૂર્વજન્મની લેણદેણ કહે
છે. તો કોઇ બીજું કાંઇક
જૈનાલિઝમ જણાવે છે કે કોઇક જન્મમાં તમે કોઇ જીવને સુખ આપ્યું હોય તો આ જન્મમાં તમને તે વ્યકિત
મળતાં જ પૂર્વ જ્ઞાનને કારણે તેના પર તમને અપાર પ્રેમ ઊત્પન્ન થશે. જયારે કોઇએ પૂર્વજન્મમાં તમારા પર
ત્રાસ વર્તાવ્યો હશે તો તે આ જન્મમાં કોઇપણ સ્વરૂપે હશે તો પણ તમને તેના માટે ભારોભાર ધાૃણા પેદા થશે.
આ છે કુદરતનો નિયમ.આપણા દુર્ભાગ્યે કોઇ જાણી શકયુ નથી કે કઇ વસ્તુ અમુક વ્યકિતનાં આકર્ષણ ઊત્પન્ન
કર છે ? મોટેભાગે દરેક સ્ત્રી-પુરુષ પાંચ પોઇન્ટ પરથી ગમા-અણગમા માટે પસાર થયા છે.
પ્રથમ પોઇન્ટ ઃ- દરેક વ્યકિતમાં એક ખાસિયત હોય છે. જેના થકી તમે તેના માટે આકર્ષણ અનુભવો
શરમાળ વ્યકિત પણ આ તબક્કામાંથી પસાર થઇ શકે છે. જો તમારા બંનેનાં મન એકસરખા વિચાર ધરવતા
હશે તો તમે તેના તરફ ખૂબ આકર્ષાશો. તેની દરેક વાત તમને ગમશે.
બીજો પોઇન્ટ ઃ- ખાસિયતને કારણે તમને તેના તરફ મોટેભાગે પ્રેમ કે નફરત ઉભા થશે. જો પ્રેમ થશે તો
તમે તેની ઇર્દગિર્દ રહેવું વધારે પસંદ કરશો
ત્રીજો પોઇન્ટ ઃ- જો તે વ્યકિત તમને ગમી જશે તો તમે તેની સાથે સંબંધ કેળવવાનો પ્રયત્ન કરશો. જો
તમારા મન એક હશે તો તે પણ તમારા તરફ આકર્ષાશો.
ચોથો પોઇન્ટ ઃ- જો તે વ્યકિત સાથે તમે સંબંધ કેળવશો તો તેમે તેના સ્પર્શને તમે ઝંખશો. તેની સાથે વધુમાં
વધુ સમય પસાર થાય તેમ તમે ઇચ્છશો. આ બધું ત્યારે શકય બનશે જયારે તમારા બંનેની કેમિસ્ટિ્ર એક હશે.
પાંચમો પોઇન્ટ ઃ- આ તબક્કે તમે એકબીજાને સ્પર્શ કરશો. એક બીજાનું એઠું જૂઠુ ખાશો. જો આવું થશે તો
શકય છે કે તમે તેની સાથે દેહસંબંધ પણ બાંધી બેસો.
ઊપરના મુદ્દા પ્રેમ માટે છે તો નફરત માટે પણ આવા જ મુદ્દા છે. તે ફરી કયારેક. પ્રેમ અને નફરત એક
પલ્લાંની બે બાજુ છે. પણ કુદરતનું આ અકળ વિજ્ઞાન કોઇ સમજી શકયું નથી કે કોઇ સમજી શકવાનું નથી.