વાગરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી દહેજ થી ભરૂચ જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી આમોદ, જંબુસર , દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે વાગરા જોડાયેલ છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસ તેમ જ તુવરની થાય છે.
ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકામાં આવેલો દહેજ–ગંધાર વિસ્તાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દહેજ ખાતેનું કુદરતી બંદર છે.