સામગ્રી :
૧ લિટર દૂધ,
૩ ટે. સ્પૂન ઝીણી સેવના કટકા,
૧૫૦ ગ્રામ ખાંડ,
૫ નંગ ખજૂર,
૧ ટે. સ્પૂન કિસમિસ,
૧ ટે. સ્પૂન બાફેલી બદામનો ભૂકો,
૦।। ટી. સ્પૂન ઇલાયચીનો ભૂકો,
ચપટી જાયફળનો ભૂકો,
૨ ટી. સ્પૂન ઘી.
રીત :
વર્મીસેલીના કટકાને ધીમાં ગુલાબી શેકવા.દૂધ ઉમેરી ઉકાળવું, સતત હલાવતા રહેવું.ખજૂરને પાણીમાં ધોઈ નાના કટકા કરવા. કિસમિસને પાંચ મિનિટ પાણીમાં પલાળવી.દૂધમાં વર્મીસેલી ચડી જાય એટલે ખાંડ ઉમેરવી. દૂધને હલાવ્યા કરવું અને ઉકળતું રાખવું.દૂધપાક જાડો થાય એટલે નીચે ઉતારી જરા વરાળ બેસે એટલે ખજૂરના કટકા, કિસમિસ, ઇલાયચી તથા જાયફળનો ભૂકો નાંખવા. થોડી વાર હલાવ્યા કરવું. મલાઇ ન બાઝે તેની કાળજી રાખવી. ઓરડાના ઉષ્ણતામાને આવી જાય એટલે ઉપયોગમાં લેવો.