વર્તમાન કાળમાં જીવવું એટલે શું?
* જે કાર્ય હાથમાં લીધુ હોય તેમાં સો ટકા ડુબી જવું.
* તત્વદર્શન વિના અન્ય કોઇ લગની ન હોવી જોઇએ.
* આ જન્મમાં સર્વોપરિ શક્તિનો સાક્ષાત્કાર કરવો છે એજ માત્ર નિષ્ઠા હોવી જોઇએ.
* આડુઅવળુ જોયા વિના માત્ર ભગવાન માજ નિષ્ઠા એટલે વર્તમાનમાં જીવવું.
* હાથમાં લીધેલ કાર્યને ભગવતકાર્ય માની તેમાં લયલીન થઈ જવું.
* ભગવાનની ઇચ્છાને આધીન થવું.
* શેની ઇચ્છાને શેની વાત!આપણે કયાં કાઈ જોઇએ છીએ એવો નિશ્ચય થઈ જાય પછી વર્તમાનમાં જીવ્વવાનું સહેલું બની જાય છે.