વટાણા-બટાકાના સમોસા
સામગ્રી-મેંદો-૨૫૦ ગ્રામ-
વટાણા-૨૫૦ગ્રામ
બટાકા-બાફી,ફોલીને ઝીણા ટૂકડા કરેલા-૨૦૦ગ્રામ
સ્વાદ મુજબ મીઠુ
હળદર-૧/૪ ચમચી
ગરમ મસાલો-૧ચમચી
આદુ,લીલા મરચાની પેસ્ટ-૧ચમચી
બારીક સમારેલી કોથમીર-૨ ચમચા
વળિયારી પાવડર-૧ ચમચી
ધાણાજીરૂ-૧/૨ ચમચી
હીંગ-ચપટી
મોણ માટે અને તળવા માટે તેલ
રીત-
વટાણાનો મસાલો બનાવવો-
*થોડા વટાણાને અધકચરા વાટી લો અને થોડા આખા રાખો
*થોડું તેલ મૂકી, હીંગ નાંખી વટાનાને વઘારો.તેમાં બધો જ મસાલો નાંખી દો. બરાબર હલાવો.
*તેમાં સહેજ પાણી છંટકોરી ધીમા તાપે ચઢવા દો.તે ચઢી જાય પછી તેમાં
*સમારેલા બટાકા પણ ઉમેરી દો અને બરાબર હલાવો.
*નીચે ઉતારી ઠંડું પડવા દો.
સમોસાનું પડ તૈયાર કરવા-
*મેંદામાં થોડું મીથું અને મુઠી પડતું મોણ નાંખી કઠણ પુરી જેવો લોટ બાંધો.
*લોટને ૨ કલાક મૂકી રાખો.ઉપર કપડું ઢાંકવું જેથી તે સુકાય નહીં.
*ત્યારબાદ લોટને કુણવી,લુવા પાડી મોટી પુરી વણો.
*બરાબર અડધી થાય તેમ ચપ્પુથી કાપ મૂકો.
*દરેક અડધા ભાગનો કોન બનાવી તેમાં મસાલો ભરી, કોન બનાવો.
*આ રીતે બધા સમોસા તૈયાર કરી ગરમ તેલમાં ધીમા તાપે ગુલાબી રંગનાં તળૉ.
*ટોમેટો કેચ અપ, ખજૂર આંબલીની ચટણી ,લીલી ચટણી, સેવ, કાંદા જોડે ગરમ ગરમ પીરસો.