વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્ત ખોરાક સૌથી મહત્વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્તી મહેસૂસ કરવા તથા સ્વસ્થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્સ અનુસરો.
(૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્ચે વચ્ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે.
(૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ફળ, શાકભાજી, ફણગાવેલા કઠોળ, સૂકામેવા વગેરે જેવા કુદરતી ખોરાક ખાવા માટે આદર્શ છે. તે આપણા વિકાસ, તંદુરસ્ત સ્વાસ્થ્ય, સારી રોગપ્રતિકારાત્મક શકિત વગેરે માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.
(૩) રોજ દિવસમાં ૮- ૧૦ ગ્લાસ પાણી, હર્બલ ટી વગેરે જેવા પ્રવાહી પીવાં. એ બધાં શરીરમાંથી ઝેરી તત્વો સાફ કરવાનું કામ કરે છે.