લીલા વટાણાની કટલેસ
સામગ્રી-
લીલા વટાણા-૫૦૦ ગ્રામ
આદુ,લીલા મરચા,લસણની પેસ્ટ-૨ ચમચા
મીઠું-સ્વાદ મુજબ
લીંબુનો રસ-૨ ચમચા
ખાંડ-૨ ચમચી
બારીક સમારેલી કોથમીર-૨ મોટા ચમચા
ગરમ મસાલો-૧ ચમચી
હીંગ-ચપટી
આરારૂટ પાવડર-જરૂર મુજબ
શેકેલા શીંગદાણાનો પાવડર-૨ ચમચા
શેકેલા તલ-૧ ચમચો
તળવા માટે તેલ
રીત-
-વટાણાને અધકચરા વાટી લો
-કઢાઇમાં થોડું તેલ મૂકી હીંગ નાંખીને વટાણાને વઘારો,તેમાં બધો જ મસાલો નાંખીને થોડું પાણી છાંટીને ચઢવા દો
-હવે કઢાઇ નીચે ઉતારી તેને ઠંડું પડવા દો
ઠરે એટલે તેમાં આરારૂટ પાવડર ઉપેરી થોડું કઠણ કરો
-તેના નાના ગોળા વાળી, થેપીને કટલેસ તૈયાર કરો
ગરમ તેલમાં મધ્યમ આચે ગુલાબી રંગની તળૉ
-લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી, ટમેટો કેચ અપ સાથે ગરમ ગરમ પીરસો