લીમખેડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. લીમખેડા આ તાલુકાનું મુખ્ય મથક છે. લીમખેડા તાલુકામાં ૧૫૩ ગામો આવેલાં છે. ઇ. સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ લીમખેડા તાલુકાની વસ્તી ૨૩,૯,૩૫૭ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૧.૪૦ ટકા, પુરુષોમાં ૬૩.૧૭ ટકા તેમ જ કુલ ૪૭.ર૯ ટકા જેટલો છે. લીમખેડા તાલુકાનો કુલ વિસ્તાર પ૯,૭૧૮.૪૮ હેક્ટર જેટલો છે.
લીમખેડા ખાતેથી ગાંધીનગરથી ઇન્દૌર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે.