લીંબુનું તીખુ અથાણૂ
સામગ્રીઃ
પાતળી છાલ વાળા લીંબુ-૨૦ નંગ
મીઠું – પોણી વાટકી
રાઈ-પા વાટકી
મરચુ – બે વાટકી
મેથીના કુરિયા-૧ ચમચી
હળદર – ૧ ચમચી
હિંગ – અડધી ચમચી
રીતઃ
લીબુને પાણીથી ધોઈ નાખો.તેમાંથી પાચ લીબુનો રસ કાઢી લો.બાકીના લીબુના નાના નાના ટુકડા કરી લો.ઉપરના બધ જ મસાલાને એક પછી એક શેકી લો.વધારે શેકાઈ ના જાય તેનુ ધ્યાન રાખો.મસાલા ઠંડા પડે પઈ તેની અંદર મીઠુ નાખી ધ્યો.બધા મસાલાને ભેગા કરીને તેને મિકસરમાં પીસી નાખો.આ મસાલાને લીબુના કરેલ ટુકડાઅને લીબુનો રસ અંદર ભરી લો.તેને કાચની બરણીમાં નાખી ધ્યો.દિવસમાં બેથી ત્રણ વાર તેને હલાવતા રહો.એક મહિનામાં લીબુનુ તીખુ અથાણૂ તૈયાર થઈ જશે.તમારે ખાવા લાયક.(તેને ફ્રિજમાં પણ મુકી શકો છો)