લીંબડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનાં મહત્વના લીંબડી તાલુકામાં આવેલું એક નગર છે, અને તે લીંબડી તાલુકાનું મુખ્ય મથક પણ છે.
લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી વિવેકાનંદને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત વિવેકાનંદે સૌપ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી.[૧].
લીંબડીમાં મુલનાયક શ્રીબાહુજીનસ્વામી નું જીનાલય તેમજ શેઠ શ્રી લાલચંદ ગોવિંદજી પરિવાર નાં માવડીમાતા નું સ્થાનક આવેલું છે.