જ્યારે પણ હોઠ પર લિપસ્ટીક લગાવો ત્યારે એક વાતનું ધ્યાન રાખો કે તે તમારા કપડાં સાથે અને તમારી સ્કીન સાથે મેચ કરે છે કે નહિ. હંમેશા એવા કલરની પસંદગી કરો જે તમારા પર સુટ કરતી હોય.
હોઠ પર હંમેશા લિપસ્ટીક લગાવવાથી હોઠ કાળા પડી જાય છે તેમજ કેંસર થવાનો પણ ભય રહે છે અને જો લિપસ્ટીક ન લગાવીએ તો હોઠ સારા પણ નથી દેખાતા તો તેના માટે તમે ક્યારેક ક્યારેક ચેપસ્ટીક કે લિપગ્લોસ પણ લગાવી શકો છો. તેનાથી તમારા હોઠનો લુક આકર્ષક પણ દેખાશે અને હોઠ કાળા પડવાનો ભય પણ નહી રહે.
જો તમારે લિપસ્ટીક ન લગાવવી હોય તો કોઈ યોગ્ય કલરની લિપ લાઈનર દ્વારા પણ તમે તમારા હોઠને સ્મોકી લુક આપી શકો છો.
જો તમારે કોઈ પાર્ટી કે ફંક્શનમાં જવાનું હોય તો તમારી લિપસ્ટીકની પસંદગી તે પાર્ટીને અનુરૂપ અને તમારા ડ્રેસને અનુરૂપ કરો. દિવસ દરમિયાન લાઈટ અને નેચરલ કલર સારા લાગે છે તેમજ રાત્રિ દરમિયાન ડાર્ક અને ગ્લોસી લિપસ્ટીક વધારે સારે લાગે છે.
જ્યારે પણ લિપસ્ટીક લગાવો તે પહેલાં હોઠને કોટન વડે ફાઉંડેશનથી સાફ કરી લો. ત્યાર બાદ ફાઉંડેશનનો એક બેઝ લગાવો પછી લિપસ્ટીક લગાવવાથી તે લાંબા સમય સુધી ટકી રહે છે.
લિપસ્ટીક લગાવી દિધા બાદ ટીસ્યુ પેપર વડે વધારાની લિપસ્ટીકને દૂર કરી દો. ત્યાર બાદ તેની પર લીપગ્લોસ લગાવવાનું ન ભુલશો.
હોઠ પર વારંવાર જીભ ન ફેરવશો નહિતર તમારા હોઠ જાડા થઈ જશે અને વધારે રૂક્ષ થઈ જશે.