લસણીયા બટેકા

સામગ્રી –
પ૦૦ ગ્રામ બટેકા (નાની સાઇઝના),
પ૦ ગ્રામ લસણ, આદુનો ટુકડો,
૨-૩ લીલા મરચા, અડધી ચમચી રાઇ,
એક ચમચી જીરૂ, ચપટી હીંગ,
અડધી ચમચી હળદર,
એક ચમચી ધાણા પાવડર,
એક ચમચી લાલ મરચાનો પાવડર,
પ૦ ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો,
એક ચમચી તલ, મીઠું, તેલ,
લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર.
રીત –
બટકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્‍ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો. ત્‍યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. લગભગ ૩-૪ મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors