રુદ્રાક્ષનો મહિમા
શંકરની આખોમાથી જે જલબિંદુ પડયા તે અશ્રુજલના બિંદુમાંથી રુદ્રાક્ષના મોટા વૃક્ષો થયા જેમાં આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષ થયા.જેમાથી શંકરના સુર્યરુપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા.ચંદ્રરુપ નેત્રમાંથી સોળ ધોળા રંગના અનેઆગ્નિરુપ નેત્રમાંથી દસ કાળા રંગના રુદ્રાક્ષ થયા.ધોળારંગનો રુદ્રાક્ષ બ્રાહ્મણજાતિનો છે,લાલરંગનો રુદ્રાક્ષ ક્ષત્રિય જાતિનો છે,પિંગળારંગનો રુદ્રાક્ષ વેશ્ય જાતિનો છે,કાળા રંગનો રુદ્રાક્ષ શુદ્ર જાતિનો છે,