મોહ કોને કહેવાય ?
* આકર્ષકને.
* વ્યકિત કે પદાર્થ પ્રત્યેના ભોગવટાનું આકર્ષણ.
મોહના પાયામાં શું છે?
* આકર્ષણને.
* વ્યક્તિકે પદાર્થ પ્રત્યેની આશક્તિ.
મોહમાથી કયારે બચાય ?
* ભગવત તત્વમાં આપણે સ્થિર થયા હોય તો.
* હ્રદય ભક્તિથી તરબોળ રહેતુ હોય તો.
* પદાર્થ માત્ર નાશવંત છે તેની દઢ પ્રતીતિ થઈ જાય તો-અથવા આ ક્ષણભંગુર જગતમાં બધુ નિત્ય પરિવર્તનશીલ છે એવી સમજણ હાજર હોય તો.
મોહમાંથી કોણ બચાવી શકે ?
* વિવેક
કયો મોહ સૌથી વધુ ધાતક છે ?
* પોતાના મંતવ્યો કે માન્યતા પ્રત્યેનો મોહ.