દુનિયામાં તમારી પાસે તમરું કંઈ જ નથી,જે કંઈ પણ છે તે અમાનત રુપે છે,દિકરો વહુની અમાનત છે.દિકરી જમાઈની અમાનત છે.શરીર શ્મશાનની અને જીંદગી મોતની અમાનત છે.તમે જોજો એક દિવસ દિકરો વહુનો અને દિકરી જમાઈની બની જાશે.શરીર સ્મશાનની રાખમાં મળી જાશે.જીંદગી મોતથી હારી જાશે.તો અમાનતને અમાનત સમજી તેની સારસંભાળ કરવી.તેની ઊપર પોતાની માલિકીનો થપ્પો લગાવી ન દેતા.
મુનિ તરૂણસાગરજી