સ્તનપાન થી થતા ફાયદાઓ
તમારા શિશુને માંદગી સામે સ્તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્ય કોઈ પણ આરોગ્ય વ્યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્તનપાન કરાવ્યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્ઠ રસ્તો છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે.
-યાદરાખો સ્તનપાન તમારા શિશુ માટે શ્રેષ્ઠ અને ખૂબ કિફાયતી આહાર છે.
– સલાહ લો તે યોગ્ય છે. જે આહાર શિશુઓ માટે નથી તેનો ઉપયોગ કરવાથી નુકશાન કરી શકે. બિનજરૂરી અંશતઃ બોટલ- ફીડીંગ અથવા અન્ય આહાર અને પીણાં, સ્તનપાન પર નકારાત્મક અસર કરી શકે. આથી સ્તનપાન સિવાય કોઈ પણ બીજો આહાર શરૂ કરતાં પહેલાં આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી આવશ્યક છે.