માંગશો તો જ આત્મિક દિવ્ય દ્ર્ષ્ટી મળશે. અને લોકો શું માંગે છે?
કોઈને ધન, કોઈને નોકરી, કોઈને ભણતરની ડિગ્રી, કોઈને સફળતા, કોઈને ધંધામાં સફળતા, કોઈને છોકરી, કોઈને પતિ, કોઈને સંતાન, કોઈને શાંતિ વળી કોઈને કોઈ અલૌકિક શક્તિ પણ કોઈ પરમપિતા પાસે સાચ્ચા મને દિવ્ય દ્રષ્ટી નથી માંગતુ.
જ્યારે અર્જુનને દિવ્ય દ્ર્ષ્ટી મળી ત્યારે જ એણે ક્રુષ્ણનુ વિરાટ જોવા પામ્યો હતો. એટલે આપણે પરમેશ્વરનુ આત્મિક રાજ્ય જોઈ નથી શક્તા અને સાંસારીક જરુરીયાતોની પાછળ ખુવાર થઈએ છીએ.
હુ પણ પહેલા, ધન માંગતો, શત્રુઓને નાશ થાય એવુ માંગતો, અથવા એવી અન્ય કોઈ નશ્વર વસ્તુઓ જ માંગતો, અરે કોલેજની પરીક્ષામાં પછી નોકરીની સ્ટાફ સિલેક્શન ની પરીક્ષામાં પાસ થવા માટે પણ દર સોમવારે, મંગળ્વારે, ગુરુવારે અને શનિવારે નિયમીત અલગ અલગ મંદિરોમાં જતો અને ફળ પામતો પણ.
પણ એ બધા નશ્વર ઉપાયો હતા. જ્યારે આજે મને એ બધુ નકામુ જ લાગે છે.
દિવ્ય દ્રષ્ટી મળી જાય તો તો બેડો પાર થઈ જાય, અને ભવ પાર થઈ જાય, આપણે પાપના ખાડામાં ન પડીએ અને પવિત્રતાના કામો, સેવાના કામો, દયાના કાર્યો કરીને આ ભવ માં આપણો જન્મારો પાર પડે.
આજે લોકોને, ખાસ તો યુવનોને ફ્કત પોતાની જવાનીના મદમાં સ્માર્ટ દેખાવા કેવા કેવા નકામી-જુઠી શોબાજીના, દેખાડાના કામો કરવા પડે છે પછી ભલે ખીસ્સા ખાલી હોય, કેરેક્ટર ગંદુ હોય, મિત્રો પણ પીઠ પાછળ વાતો કરતા હોય, માતા-પિતા પણ પોતાના વેતરોને જોઈને માથુ પટકતા હોય છે.
આજે કોઈની પાસે બે ઘડી બેસવાનુ મન થતુ નથી. શારીરેક આનંદ તો બેઘડીનો છે. જુઠ્ઠો જ છે. એ સત્ય જ હોત તો લગ્ન કરીને કોઈ પણ પસ્તાયુ ન હોત. પોતાના પ્રેમીને અથવા પ્રેમિકાને પણ છળે છે. આજે એક અને કાલે બીજુ કોઈ. ક્યારે શુધ્ધતા જણાતી નથી. ભણતર તો છે, ડિગ્રીઓ છે પણ શુધ્ધ સંબંધ ક્યાયે જણાતો નથી.
કોઈ ની પાસે આત્માને આનંદ આપે એવી કોઈ વાત સાંભળવા મળતી અને આખુએ જગત ટીવી ના કારણે પાપમાં ફસાઈ ગયુ છે. સહુને એ ખબર છે, ખરાબ થાય ત્યારે ટીવીને અને લોકોને પાપ માટે ગાળો આપવા લાગી જાય અને બીજે દિવસે એ જ ટીવી સામે બેસી જાય છે. પછી ક્યાંથી દિવ્ય દ્રષ્ટી પામવાના. દિવ્ય દ્રષ્ટી માટે અંતર સાફ હોવુ જોઈએ, દિલ સાફ હોવુ જોઈ, અંતરમાં કઈ અને મુખમાં કઈ હોય તો એ ચાલાકીનુ કામ થયુ અને ચાલાકી એ શૈતાની ગુણ છે જે પાપ નુ કામ છે અને પાપનુ ફળ મૃત્યુ છે, મૃત્યુ એટલે દેહત્યાગ નહિ પણ પરમેશ્વરની આશિષ અને શાંતીથી વંચીત થવુ એ છે. કેમ કે પાપના કામો કર્યા પછી મનુષ્યના હ્ર્દયમાં અશાંતિ જ જન્મે છે જે કરેલા પાપનુ ફળ જ હોય છે. એટલે પ્રભુ યીશુ કહે છે કે પરમેશ્વર પાસે શુધ્ધ અંતરથી માંગશો તો પરમ્પિતા પરમેશ્વર આપને સર્વ કઈ આપશે. કેમ કે એ જ આ જગતના રચયીતા, પાલનકર્તા, સંહારકર્તા છે એમના સિવાય અન્ય કોઈ નથી. અને આપણો આત્મા પણ એમની પાસે જ જવાનો છે અને એ આત્મા એમની પાસે સ્થાઈ ત્યારે જ થશે જ્યારે આપને સર્વ એમની જ સ્તુતિ મહિમા કરીશુ. અને પરમપિતા પરમેશ્વરે દરેક મનુષ્યોને એટલે જ જીવન આપ્યુ છે. અન્ય બીજા કોઈ નશ્વર કામો માટે નહિ.