માંગરોળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના માંગરોળ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. માંગરોળ માછીમારી ઉધોગનુ મહત્વનું બંદર છે. અહીં ઘણી ફીશરીઝ આવેલ છે જે યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે. અહીં પ્રખ્યાત શિક્ષણ સંકુલ શારદાગ્રામ તથા પારસનાથ પ્રભુનું ૮૦૦ વર્ષ જૂનું દેરાસર આવેલું છે.