મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા
દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા સુખાકારીને બદલે સુરક્ષામાં વધુ વપરાય છે.
વિશ્વમાં સૌથી વધુ ગરીબો આજે ભારતમાં વસે છે.૪૨% ભારતીય ગરીબીરેખા નીચે જીવે છે.ભારતના ૮ રાજયોની ગરીબીનું સ્તર અફ્રિકાના ૨૬ સૌથી ગરીબ રાષ્ટ્રો કરતા પણ વરવું છે. ભારતમાં દર ૧૫ સેકન્ડે એક બાળક કુપોષણથી મૃત્યુ પામે છે.૪ લાખ બાળકો દર વર્ષે જન્મ થવાના ૨૪ કલાકમાં મૃત્યુ પામે છે ૯૦% બાળામરણ નિવારી શકાય છે,છતાં તંત્ર અને ગરીબો જાણે લાચાર છે.વિશ્વમાં ઓઉ વજન ધરાવતા ૪૬% અમે કુપોષણથી પીડાતા ૩૩% બાળકો ભારતીય છે.બાંગ્લાદેશ કરતાં ભારતનો બાળમૃત્યુદર ઊચોં છે વિશ્વમાં સ્ત્રી ભ્રુણહત્યાના સૌથી વધુ કેશ ભારતમાં નોધાય છે. એચઆઈવી એઈડસથી મૃત્યુ પામનારાઓમાં આફ્રિકા પછી ભારતનો વિશ્વમાં દ્રીતીય ક્રમ આવે છે.આઝાદીના ૬૩મા વર્ષે આપણે ફરિજીયાત શિક્ષણનો કાયદો કરવો પડે છે.કારણ કે અમેરિકાની કુલ વસ્તી કરતાં વધુ અંદાજે ૪૦ કરોડ નિરક્ષરો ભારતમાં વસે છે.પહેલા ધોરણમા પ્રવેશનારાં ૫૦% બાળકો પાચમાં સુશી પહોચતા નથી.૧૦માં ધોરણ સુધી ડ્રોપઆઊટ રેટ ૬૦%થી વધી જાય છે સામા પક્ષે વિચિત્રતા એ છે કે ભારતમાં નોધાયેલા બેકારોની સંખ્યા ૧૫ કરોડથી વધઆરે છે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનારા ૧૫% બેકાર છે.ભારતની યુનિવર્સિટીઓમાં રોજગારલક્ષી કવોલિટી એજ્યુકેશનનો સદંતર અભાવ વર્તાય છે. ભારતને આજની તારીખે ૬ લાખ ડોકટર,૧૫ લાખ એન્જિનિયર,૨ લાખ ડેન્ટલ સર્જન અને ૩૦ લાખ નર્સની જરૂરીયાત છે પરંતુ આ શિક્ષણ આપવાની સુવિધા જ નથી. નોલેશ કમીશનના સત્તાવાર અહેવાલ અનુશાર ૧૫૦૦ યુનિવર્સિટીઓની જરૂરિયાત સામે માત્ર ૩૭૦ યુનિવર્સિટી ઉપલબ્ધ છે.મેડિકલ કાઊન્સિલનાં કૌભાંડોમાં દેનિયામાં પ્રથમ નંબર ધરાવનાર આ દેશમાં ૭૦% થી વધુ લોકોને આરોગ્ય સંભાળની જરૂર છે,પરંતુ માંડ ૨% લોકો જ હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવે છે. પ્રત્યેક પાચમો ભારતીય ડાયાબીટીક છે.ટીબીથી વિશ્વમાં સૌથી વધુ મોત દ્રિતીય ક્રમે ભારતમાં થાય છે,છતાં ભારતમાં આરોગ્ય ક્ષેત્રની સતત ઉપેક્ષા થતી રહે છે.અમેરિકામાં દર ૧૦હજાર વ્યક્તિદીઠ ૨૫૦ ડોકટર છે,જયારે ભારતમાં ૫૦ નો રેશિયો પણ બેસતો નથી .ભારતમાં એક તરફ બેકારી છે,જયારે બીજી તરફ કેળવાયેલા પાઈલટસ,એરહોસ્ટેસ,મેનેજરો,એકિઝક્યુતિવ્સ મળતા નથી.સર્વિસ અને હિસ્પિટાલિટી ક્ષેત્રથી માંડીને રિટૅલ ક્ષેત્રમાં ટ્રેઈન્ડ મેનપાવર મળતો નથી.
સરકારો દ્રારા સર્વાગી વિકાસની વાતો થાય છે,પરંતુ પુરુષ સમોવડી નારીને ૩૩% મહિલા અનામતનું વચન પળાતું નથી.નારી સશક્તીકરણની મજાક ઉડાવાતી હોય તમ દરરોજ ૧૮મી મિનિટે એક નવવધુ દહેજના ત્રાસથી સળગાવાય છે.દર ૨૯મી મિનિટે એક બળાત્કાર થાય છે.છેડતી અને યૌનપીડનનૂં પ્રમાણ કુદકેનેભુસકે વધી રહ્યું છે.
દેશમાં ૨ કરોડ બાળકો બાળમજુરીમાં નોધાયેલા છે આ માસુમ બાળકો પાસે મજુરી સિવાય જાણે કોઈ વિકલ્પ નથી.સરકારી કચેરીથી માંડીને કોમનવેલ્થ ગેમ્સ સુધી સર્વત્ર વ્યાપેલો ભ્રષ્ટાચારનો ભોરીગ ભારતના વિકાસને કેન્સરની માફક કોરી ર્હ્યો છે. ઔધિગિકરણની આંધળી દોડમાં નફાખોરી ખાતર પર્યાવરણ સાથેની છેડછાડ અને પ્રદૂષણના પ્રશ્નો ઠેરઠેર ઊડીને આંખે વળગે છે.
વાતનો સાર એ છે કે આઝાદ ભારતે અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ કરી છે.પરંતુ મહાત્મા ગાંધીની પરિકલ્પનાનું પૂર્ સ્વરાજ હજું પાંગરતું જણાતું નથી. ભારત નિર્માણ ફકત ઈમારતો બાંધવાથી નહી થાય. ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો માટે સમાજમાંથી નેતૃત્વ ઊભું કર્યુ હતું. આઝાદીના આંદોલન માટે ગાંધીજીની પ્રેરણાને પગલે વિનોબા ભાવે,સરદાર પટેલ,ઠક્કરબાપા,જમનાલાલ બજાજ, કાલેલકર,જુગતરામ દવે,ઇન્દુલાલ યાજ્ઞિક,કલ્યાણજી મહેતા,માવળંકર,ક્.મા.મુન્શી,નરહરિ પરી જેવા નેતાઓ સમાજને મળ્યા આજે
ના દિવસ\’ આગળવધીએ વધતાં રહીએને પોતાની રચનાત્મક ઝુંબેશમાં સમાજના સર્વાગી વિકાસમાં સૌને જોડાવા આહવાન કરે છે. સમાજમાં ગરીબી,મોધવારી,બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ,પ્રદુષણ,ભ્રષ્ટાચાર નિવારવા કામ કરતા કોઈપણ અગ્રણી,સામાજિક કાર્યકર્તા કે સંસ્થાને આપ અમારી ઝુંબેશમાં સામેલ થવા આહવાન કરી શકો છો.ચાલો સાથે મળીને રાષ્ટ્રના વિકાસને અવરોધતા આ અનિષ્ટો સામે લડત આપે એવા નવતર આઝાદીના લડવૈયા અને આધુનિક ભારતના ધડવૈયાઓને શોધીએ. આધુનિક ભારતના આ ધડવૈયા અને લડવૈયાઓને આવકારવા થનગની રહી છે.આઝાદીના આંદોલન બાદ ભારત નિર્માણની આ ક્રાંતિ અને અનિષ્ટો સામેની આ લડાઈમાં ચાલો આગળ વધીએ