સામગ્રી :
કોફતા :
પનીર : ૧/૪ કિલો,
બેકિંગ પાઉડર : ૧/૪ ચમચી,
મેંદો : ૩ ચમચા,
લીલાં મરચાં : ૩ સમારેલાં,
કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી,
મરચું : ૧/૪ ચમચી,
મીઠું પ્રમાણસર,
ઘી : તળવા માટે.
કરી :
લાલ ટામેટાં : ૪ મોટાં,
ઘી : ૪ થી ૫ ચમચા,
મીઠું : જરૂર મુજબ,
છીણેલું કોપરું : ૨ ચમચા,
ખસખસ : ૨ ચમચા,
તાજી મલાઈ : ૧૦૦ ગ્રામ,
મરચાં અડધી ચમચી,
ગરમ મસાલો : ૧/૨ ચમચી,
વાટેલી ચારોળી : ૨ ચમચા,
દહીં : ૧/૩ કપ,
જીરું : ૧ ચમચી.
રીત :
કોફતા :
પનીરને બરાબર મસળી બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ગોળ ગોળ કોફતા બનાવી ગરમ કરેલા ઘીમાં સોનેરી થાય ત્યાં સુધી ધીમા તાપે તળવા.
કરી :
આખા ટામેટાંને વરાળમાં બાફી ઉપરની છાલ તેમજ કાળો ભાગ કાઢી નાખવાં, પછી ઝીણાં સમારવાં.
ઘી ગરમ કરી તેમાં બધો મસાલો નાખી ટામેટાં નાખવાં. ધીમા તાપે થોડીવાર રહેવા દેવું. પછી તેમાં દહીં અને પાણી (જરૂરત લાગે તો જ) નાખી ઉકાળવું. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં કોફતા અને મલાઈ નાખી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી.