મન પરમાત્મામાં સ્થિર બને તે માટેનો ઉપાય?
* ભગવાનન્પ યથાર્થ મહિમા સમજવા પ્રયત્ન કરવો.
* મનનું સ્વરુપ ઓળખી લેવું જરૂરી.મનમાં પાંચ પ્રકારની વૃતિઓ રહેલી છે;
(૧)પ્રમાણ(૨)વિપર્યય(૩)વિકલ્પ(૪)સ્મૃતિ(૫)નિદ્રા
-પ્રમાણ એટલે જાણાવાનું સાધન.
-વિપર્યય એટલે જયાં અમુક વસ્તુ ન હોય ત્યાં તે હોવાનું માનવાનો ભ્રમ.છીપમાં રુપુ કે દોરડીમાં સ્સપ માની લેવા.
-વિકલ્પ એટલે સંદેહ, અનિશ્ચય;ધણી વસ્તુઓમાથી ગમે તે એક લેવાની છુટ હોવી તે.
* સ્મૃતિ એટલે સ્મરણ;યાદ;વિવેક અને જાગૃતિ.
-નિદ્રા એટલે ઊંધ.
* મનની ત્રણ વૃટિઓ પણ ગણાવાય છે;શાન્ત,ધોર અને મૂઢ.
-શાંત એ સ્સ્ત્વિક વૃતિ છે વૈરાગ્ય,શાંતિ,ઓદાર્ય વગેરે ગુણો તેમા સમાવિષ્ટ થાય છે.
-ધોર એ રાજસિક વૃતિ છે તૃણા,સ્નેહ,લોભ,આસક્તિ એની વિશેષતાઓ છે.
-મૂઢ એ તામસિક વૃતિ છે ભય,આળાસ,સ<મોહ એના ભાગરૂપ છે.
* અનુભવી પુઋઉષો મનની વૃતિઓના ધર્માનુકુલ અને ધર્મપ્રતિકુળ એવા વિભાગો પણ પાડે છે.વૃતિઓ ધર્માનુકુલ અથવા સાત્વિક કે નિષ્કામ હોય તો મન પરમાત્મામાં સ્થિર થાય.