મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ?
* સમયનો ઉપયોગ સાચી સમજ પ્રાપ્ત કરવામાં કરી લેવો એમાં મનુષ્યજીવનની સાર્થકતા છે સર્જનહારે આ સમય આપણને આપ્યો છે.તેમને અર્થે જ સમયનો ઉપયોગ કરવો એ સાચો ઉપયોગ છે મુલ્યવાન સમયનો નામ અને રુપની મહતા વધારવા ઉપયોગ કરવો તે સમય વેડફવા જેવું છે.
-વીતેલી ક્ષણ પાછી નથી આવતી એ કોણ નથી જાણાતું સમયનો અર્થ વર્તમાન કરીએ તો આપણા હિતમાં છે જે કાળ વીતી ચુકયો છે અથવા હવે આવવાનો છે તેના વિશે વિચાર કરવાથી શું અર્થ શરવાનો છે? એમ કરવાથી આપણે વર્તમાન સમય પર એકાગ્ર થઈ શકતા નથી અને તેનો પુરેપુરો ઉપયોગ કરી શકતા નથી એટલે સકલ શક્તિથી વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં જ સાચુ શાણપણ છે જે વિતી ચુકયુ છે તેમાંથી બોધપાઠ લઈ લેવો અને વર્તમાનની પ્રત્યેક ક્ષણનો નિશ્ચિત ધ્વેય હાંસલ કરવામાં ઉપયોગ કરવો એટલું સમજાય જાય અને આચરણમાં આવી જાય તો સમયની કિંમત સમજાયા વિના નહિ રહે.