સામગ્રી :
દૂધ : ૪ કપ,
લીંબુનો રસ : દૂધ ફાડવા પૂરતું,
તેલ : તળવા માટે.
વાટવાનો મસાલો:
આખા ધાણા ૩/૪ ચમચી,
લાલ મરચાં : ૧ ચમચી,
લીલાં મરચાં : ૨ ચમચી,
હળદર : ૧/૨ ચમચી,લવિંગ : ૨.
ગ્રેવી :
વટાણાના દાણા : ૧/૨ કપ,
દહીં (મોળું) : ૧/૨ કપ,
કાજુ : ૪-૫ ટુકડા,
ઘી : ૧ ચમચો,
મીઠું : જરૂર પ્રમાણે,
લાલ ટામેટાં : ૩ થી ૪,
ચણાનો લોટ : ૧/૨ ચમચી,
કિસમિસ : ૩-૪ ચમચી,
કાળાં મરી : ૫,ગરમ મસાલો.
રીત :
પનીર દૂધમાં ઉકાળી તેમાં પ્રમાણસર લીંબુનો રસ નાખી, દૂધ ફાડી તેનું પનીર બનાવવું. પછી તેમાં થોડો વાટેલો મસાલો નાખી મિક્સ કરી બરાબર મસળી, તેને વણી તેના નાના નાના ચોરસ ટુકડા કરી તેલમાં તળીને લઈ લેવાં.
ગ્રેવી : ૧ ચમચી ઘી ગરમ કરી તેમાં કાજુ, કિસમિસ ભેળવીને લઈ લેવાં. પછી ગરમ ઘીમાં વાટેલો મસાલો, ઝીણાં સમારેલાં ટામેટાં, વટાણા, મીઠું અને કાળાં મરી નાખી પ્રમાણસર પાણી નાખી વટાણા સીજે ત્યાં સુધી ઢાંકીને રહેવા દેવું. પછી તેમાં કાજુ કિસમિસ નાખી દેવાં. ૧/૨ કપ દહીંમાં ૧/૨ ચમચી ચણાનો લોટ નાખી વલોવી સીજેલા વટાણામાં નાખો. પછી પાછું ઉકાળો, સાથે સાથે હલાવતા રહેવું. જરૂરત લાગે તો પાણી નાખો. ગ્રેવી જાડી થવી જોઈએ. પછી તેમાં તળેલું પનીર અને ગરમ મસાલો નાખી ગેસ ઉપરથી લઈ તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું.