સામગ્રીઃ
ખીચડિયા ચોખા ૧૫૦ ગ્રામ,
મગની દાળ ૧૫૦ ગ્રામ,
તજ બે કટકા,
આદુ કટકી,
ઘી પ્રમાણસર,
ડુંગળી એક,
ખાંડ પ્રમાણસર,
લીલાં મરચાં બે,
કોથમરી થોડીક,
લવિંગ પાંચ,
પાણી પ્રમાણસર,
મીઠું પ્રમાણસર,
હળદર પ્રમાણસર,
એક લીંબુનો રસ.
રીતઃ
ચોખાને તથા મગની દાળને વીણીને તથા ધોઈને સાફ કરવી. પછી એક તપેલામાં ઘી લઈનેએને ચૂલે ચડાવવું અને તેમાં તજ- લવિંગનો વધાર કરી તેની અંદર ડુંગળીનું કચુંબર નાખવું. પછી તે બદામી રંગનું થાય એટલે તેમાં મગની દાળ અને ચોખા નાખવાં. પછી તેમાં પાણી, મીઠું, હળદર, મરચું અને વાટેલાં આદુ – મરચાં નાખવાં. પછી જયારે ખીચડી ખદખદે એટલે ધીમા તાપે તેને સીઝવવા માટે મૂકવી. બરાબર સીઝાય જાય એટલે ખાંડ નાખીને તેને ઉતારી લેવી. પછી તેમાં લીબુંનો રસ અને ઝીણી સમારેલી કોથમરી નાખવાં.