જરૂરી સામગ્રી : (૧) મકાઈનાં કુમળાં ડૂંડા : ૨ (૨) લાલ મરચાં : અડધી ચમચી (૩) મીઠું : પ્રમાણસર (૪) ધાણાજીરું : અડધો ચમચો (૫) લીલું મરચું : ૧ ઝીણું સમારેલું (૬) ચણાનો લોટ : ૩ વાટકી (૭) હળદર : ૧/૪ ચમચી (૮) સોડા : ચપટી (૯) કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી (૧૦) તેલ : તળવા માટે. બનાવવાની રીત : મકાઈ છીણીને દાણા કાઢો. ચણાના લોટમાં પ્રમાણસર પાણી નાખી ભજિયાં માટેનું ખીરું તૈયાર કરો. તેમાં છીણેલી મકાઈ અને બધો મસાલો નાખી બરાબર હલાવી ગરમ કરેલા તેલમાં ભજિયાં ઉતારો. આ મકાઈનાં ભજિયાં ગરમાગરમ લીલી ચટણી અને સોસ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.