એમ.બી.શાહ,એમ.બી.શાહ કમિશન,એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ, ભ્રષ્ટાચાર,આક્ષેપો,એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ, ભ્રષ્ટાચારના ક્યા ૧૭ આક્ષેપો
શબ્દોની માયાઝાળ રચી પોતાની પારદર્શિતાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરવામાં માહીર “બોદી” સરકાર ના ઐતહાસિક કૌભાંડોને ખુલ્લા પાડતા સને ૨૦૧૧ માં રચાયેલ એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ રજુ નહી કરવામાં વર્તમાન સરકાર શા માટે પાછીપાની કરે છે ? તેવી ચર્ચા એ જોર પકડીયું છે. આ કમિશનના રીપોર્ટને વિરોધ પક્ષ, માજી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા અને લોકશાહીના અનેક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો થઇ છે. રુપિયા ૧ લાખ કરોડથી વધુ કૌભાંડોના આક્ષેપો અંગે કમિશન દ્વારા ૨૧ વોલ્યુમમાં પાંચ હજાર પાનાના અહેવાલ રજુ કરવામાં આવ્યો છે.
“બોદી” સરકાર ના ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડતા આ કમિશનના રીપોર્ટને જાહેર કરવામાં વર્તમાન રાષ્ટ્રવાદી ભાજપા સરકાર કેમ ડરી રહી છે અને તેની નિયતિમાં ખામી હોય તેવી શંકા સેવાય રહી છે. આ કમિશનનો રીપોર્ટ તા. ૦૬-૦૩-૨૦૧૩ ના રોજ સરકાર સમક્ષ રજુ થઇ ગયો છે તેમ છંતા તેની વિધાનસભામાં ચર્ચા નહીં કરી બોદી સરકાર છાશ માટે દોરણી સંતાડે તેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે.
આવનારી ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં હાર ભાડી ગયેલા ભાજપીનેતાઓમાં, અને ભક્તોમાં નિરાશાનું આ કારણે નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતની શાણી પ્રજા સરકારની નિષ્ફળતાઓ, અરાજકતા અને અસલામતી અનુભવતી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે ત્યારે એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ રજુ કરી વર્તમાન સરકાર કોઇ જોખમ લેવા તૈયાર નથી તેવું સ્પષ્ટ વર્તાય રહ્યુ છે.
ભ્રષ્ટાચારના ક્યા ૧૭ આક્ષેપો
– જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહોને ગાંધીનગરમાં પાણીના ભાવે જમીન ફાળવી
– નીરા રાડિયા મારફતે ટાટા મોટર્સને નેનો કાર બનાવવા માટે સરકારી તિજોરીના ભોગે ૩૩ હજાર કરોડનો ભ્રષ્ટાચાર
– અદાણી ગ્રૂપને જમીનો આપવામાં લ્હાણી
– સુરત શહેરમાં નવસારી કૃષિ યુનિ.ના સીડસ ફાર્મની એક લાખ ચો.મીટર જમીન સેવન સ્ટાર હોટલ બનાવવા માટે પાણીના મૂલે ફાળવણી
– એસ્સાર ગ્રૂપને સીઆરઝેડ અને જંગલની જમીનની ગેરકાનૂની ફાળવણી
– અમદાવાદમાં ભારત હોટેલ્સને ૨૧૩૦૦ ચોમી જમીનની મફતના ભાવે ફાળવણી
– જુદી જુદી જમીનોની ફાળવણીમા અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર
– ડેમ અને તળાવોમાં ફીશીંગ રાઇટ વગર હરાજીએ અપાતાં ૧૫૦૦ કરોડનું નુકસાન
– કચ્છમાં વેકૈંયા નાયડુ સાથે સંબંધ ધરાવતી કંપનીને ૨૬૭૪૬ એકર જમીન માત્ર રૂ.૧૫૦ના હેકટર દીઠના ભાડાથી ફાળવણી
– એલ એન્ડ ટી કંપનીએ હજીરા પાસે જમીન ફાળવણીમાં ભ્રષ્ટાચાર
– ઘાસચારા કૌભાંડ
– આંગણવાડી સેન્ટરો માટે ફોર્ટિફાઇડ ફુડની ખરીદીમાં ૯૨ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર
– જીએસપીસી અને જીઓ ગ્લોબલના કરારના કારણે ભ્રષ્ટાચાર થયો છે
– સુઝલામ સુજલામ યોજનામાં ૧૧૨૭ કરોડનો ભ્રષ્ટાચાર
– મુંબઇની ઇન્ડિગોલ્ડ રિફાઇનરીએ ખરીદેલી ખેતીવાડીની જમીનને ગેરકાનૂની રીતે વેચાણની મંજૂરી
– પીપાવાવ પાવર ના જીએસપીસીના ૪૯ ટકા શેર અને કાર્બન ક્રેડિટના સ્વાન એનર્જીને વેચાણમાં ૧૨હજાર કરોડનો ભ્રષ્ટાચાર