ભારતના હોનહાર,જે ભવિષ્યના નાગરિક છે,તે શું સ્વસ્થ છે ? નગરના અને કસબાનાં ક્ષેત્રમાં એક મોજણી કરવામાં આવી,ખુબ ચોકાવનારાં આકડા સામે આવ્યા છે-
(૧) ૩૨ ટકા બાળકો પિઝા,બર્ગર,નુડલ્સ,પાસ્તા વગેરે જકફુડ ખાય છે.ી એમનું મુખ્ય ભોજન છે.ઓછામાં ઓછા અઠવાડિયામાં ત્રણ દિવસ.
(૨) ૪૯ ટકા બાળકો પ્રોટિન બહુ ઓછુ લે છે.૪૩ ટકા બાળકો ફળ ,શાકાહાર વગેરેમાં રસ લેતા નથી,એ તેમને દંડ જેવું લાગે છે.
(૩) ૬૨ ટકા બાળકો અનિયમિત રીતે ભોજન લે છે,જેમાં મોટે ભાગે સ્નેક્સ હોય છે,આપણાં દાળ-ભાત,શાક-રોટલી નહિ.૩૭ ટકા બાળકો દરરોજ ચોકલેટ ખાય છે.૪૦ ટકા બાળકો મેદસ્વિતાના પાશમાં છે.
(૪) પરિણામ એ છેકે ૩૪ ટકા બાળકોનું સ્વાસ્થ કયારેય ઢીક રહેતું નથી.૩૭ ટકા બાળાકો શારીરીક દષ્ટીએ અનફીટ છે.૧૨ ટાકા બાળાકો નિયમિત પણે હોસ્પિટલમાં દાખલ થતા રહે છે.૧૯ ટકા બાળાકો એમ વિચારે છે કે તેઓ ભણી શકશે નહિ.તેઓ એટલા તનાવમાં જીવે છે અને કહે એ ભણાવામાં મન થતું નથી
આ એ આપણી ભવિયની પેઢી ! શું કોઈ એમની સંભાળ લેશે ?