મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન
ઉત્તરાખંડ સ્થિત મુક્તેશ્વર હિલ સ્ટેશન ખુબ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં બનેલા આ હિલ સ્ટેશનમાં આપને નદી, પહાડ, ઝરણા, ખીણ અને બીજા અનેક પર્યટન સ્થળ જોવા મળશે. ચં
આ વર્ષે આપ ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં ફરવા જવાનું પસંદ કરી શકો છો. આ જગ્યાઓ ખુબ જ સુંદર છે. અને આ જગ્યા પર દેશના ખુણે ખુણેથી સહેલાણીઓ આવતા હોય છે. આ બંને હિલ સ્ટેશન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરે છે.
આ જગ્યાઓ પર આપ પહાડી ગામોની મજા માણી શકો છો. અને ખુબ નજીકથી ઉત્તરાખંડના જનજીવન અને પ્રકૃતિની અદભૂત ખુબસુરતીને જોઈ શકો છો.
આવી જ રીતે મુક્તેશ્વરમાં પ્રવાસીઓ લૉંગ ટ્રેકિંગની મજા માણવા આવતા હોય છે . પ્રવાસીઓ અહીં કેમ્પિંગ કરી શકે છે. અને અદભૂત નજારો પણ જોઈ શકે છે. મુક્તેશ્વર એક એવુ હિલ સ્ટેશન છે જ્યાં ભીડ ઓછી રહે છે. અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ હિલ સ્ટેશન નૈનીતાલથી લગભગ 51 કિલોમીટર દૂર સ્થિત છે. અહીં આપ હિમાલયની પર્વત શ્રૃંખલા પણ જોઈ શકો છો. દેવદ્વારના જંગલમાં આરામ કરી શકો છો અને ત્યાં બેસીને પ્રકૃતિને પણ માણી શકો છો.