ચોપટા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ
ઉત્તરાખંડ મા આવેલ ચોપટા-તુંગનાથ એ કુદરતી સૌન્દર્ય ધરાવતું સ્થળ છે પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે તે પર્વતાળ વિસ્તારમાં ૨૯૨૬ મીટર ઉંચાઈએ આવેલું હોવાથી, અહીંનું વાતાવરણ અત્યંત ખુશનુમા રહે છે. ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ડિસેમ્બરમાં અહીં પુષ્કળ ઠંડી પડે છે અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હોય છે.ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ચોપટા ભારતનું મીની સ્વીત્ઝર્લેન્ડ કહેવાય છે.
આ ટ્રેકની વધુ એક ખાસિયત એ અહીં આવેલું 5000 કરતાં વધુ વર્ષો જૂનું વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે પાંચ કેદારો ( કેદારનાથ, રુદ્રનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર અને કલપેશ્વર)માંનું એક છે.
એપ્રિલથી જૂન ત્યાં જવાનો અનુકૂળ સમય છે હરિદ્વારથી છેક ચોપટા સુધી પાકો રસ્તો છે. છેક સુધી બસ, જીપ અને ટેક્સી જઈ શકે છે. હરિદ્વારથી દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, કુંડ, અને ઉખીમઠ થઈને ચોપટા જવાય છે. હરિદ્વારથી ચોપટાની સીધી બસ હોતી નથી. પણ હરિદ્વારથી બદરીનાથ અને કેદારનાથની બસો મળે છે. કેદારનાથની બસમાં બેસો તો કુંડ ઉતરી જવાનું. બદરીનાથની બસમાં બેસો તો રુદ્રપ્રયાગ ઉતરી જવાનું, અને ત્યાંથી જીપમાં કુંડ જતા રહેવાનું. કુંડથી જીપમાં ઉખીમઠ અને ત્યાંથી ચોપટા પહોંચી જવાનું. હરિદ્વારથી સામાન્ય રીતે સવારની બસમાં નીકળવાનું કે જેથી બપોર પછી ૩,૪ વાગતા સુધીમાં ચોપટા પહોંચી જવાય.ચોપટામાં તથા આજુબાજુનાં ગામોમાં રહેવા માટે હોટેલો ગેસ્ટ હાઉસની સુવિધા છે.
ઘણાં જ સરળ કહી શકાય એવા આ ટ્રેકમાં તમને ગઢવાલ અને કુમાઉં પર્વતના શિખરો જોવા મળશે. અહીં સૌથી ઊંચું શિખર ચંદ્રશીલા છે જે 4100 મીટર, એટલે કે 13,500 ફૂટ ઊંચાઈ પર આવેલું છે.
પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે. તમારે સ્નો અનુભવવો હોય તો અહીં શિયાળામાં પણ જઈ શકાય. અહીંથી આજુબાજુ ફરવા જવા માટે ઘણી આકર્ષક જગાઓ આવેલી છે.