ભાત ના પુડલા બનાવવાની રીત

ભાત ના પુડલા બનાવવાની રીત

સામગ્રી : વધેલા ભાત,દહીં (ભાતના પ્રમાણે), ઘઉંનો લોટ (ભાતના પ્રમાણે), લાલ ટામેટું : ૧ ઝીણું સમારેલું, લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં, મસાલો : બધો પ્રમાણસર (હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું) કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી,તેલ. રીત : એક વાસણમાં ભાત લઈ, ભાત દહીંમાં ડૂબે તેટલું દહીં નાખી ભાત રહેવા દેવો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી તેમાં બધો મસાલો અને ટામેટું અને કોથમીર અને લીલું મરચું નાખી પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ નાખી ચમચા વડે પુડલું પાથરી ધીમા તાપે લાલ થવા દેવું. પછી તવેથા વડે ધીમેથી પલટાવી બીજી બાજુ પણ ધીમા તાપે તેલ નાખી લાલ થવા દેવું. આમ વધેલા ભાતનો સદ્દઉપયોગ થઈ જાય અને ચા સાથે ખાવાની ગરમાગરમ વાનગી પણ તૈયાર થઈ જાય.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors