સામગ્રીઃ
નાના બટાટા ૫૦૦ ગ્રામ,
મીઠું પ્રમાણસર,
હિંગ ચપટી,
જીરું વધાર માટે,
તેલ પ્રમાણસર,
કોપરાનું ખમણ.
સુશોભન માટે સામગ્રીઃ
સમારેલી કોથમરી એક ઝૂડી,
ફોલેલું લસણ એક ગાંઠિયો,
દાળિયા ૫૦ ગ્રામ,
લાલ મરચું ૧ ચમચી,
બે લીંબુનો રસ,
મીઠું પ્રમાણસર,
કોપરાનું ખમણ ૫ ચમચી,
ખાંડ ૧ ચમચી .
રીતઃ
બટાટાને બધકચરા બાફવા. પછી તેને છોલી નાખવા અને વચ્ચેથી એક કાપો મૂકવો. પછી ચટણીની બધી સામગ્રી લઈને ચટણી વાટી નાખવી અને તેમાં લીંબુનો રસ નાખવો. પછી બટાટામાં આ ચટણી ભરીને બટાટા તૈયાર કરવા. પછી એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું, હિંગનો વઘાર કરી તેમાં તૈયાશ કરેલા બટાટા વઘારવા. શાક ચડી જાય એટલે તેની ઉપર કોપરાનું ખમણ ભભરાવવું.