* ભગવાનની પાસે મે મનની શકિત માગી તો એણે મને મુસ્કેલીઓ આપી જેથી કરીને હુ વધારે શક્તિશાળી અને મજબુત બની શકુ
* ભગવાન પાસે મે જ્ઞાન અને ડહાપણ માગ્યા તો એણે મને જીંદગીની કેટલીક ગુચો ઉકેલવાનું કામ સોપી દિધુ મારી જીદગીમાં એણે એવા પ્રશ્નો ઉભા કર્યા કે જેનો ઉકેલ ખોળી કાઢવામાં ડહાપણ એની મેળે જે આવી જાય.
* ભગવાન પાસે મે સમૃધ્ધિ માગી તો એણે મને કોઠાસુઝ અને બુધ્ધિ આપ્યા જેથી કરીને હુ આપમેળે સમૃધ્ધિના શિખરે પહોચી શકુ.
* ભગવાન પાસે મે હિંમત માગી તો એણે મને વિટંબણાઓ અને ભય મોકલી આપ્યા જે પસાર કરતાં હિંમત એની મેળે જ આવી જાય.
* ભગવાન પાસે મે ધીરજ માગી તો એણે મને એવી પરિસ્થિતિઓમાં મુકી દીધી કે જેના કારણે મારે ફરજિયાત રાહ જોવી પડે કલાકો સુધી શાંતિથી બેઠા રહેવું પડે કે લાઈનમાં ઊભા રહેવું પડે.
* ભગવાન પાસે મે પ્રેમ અને કરુણા માગ્યા તો એણે મારી પાસે દીન,દુખિયાં,રોગી તેમજ મુશ્કેલીમાં સપડાયેલ માણસોને મોકલી આપ્યા જેથી હું તેમને ચાહતા શીખી શકું અને પ્રેમનો સાચો અર્થ સમજી શકુ.
* ભગવાનને મારી જિંદગી સુધારવાની પ્રાર્થના કરી તો એણે મારા માટે આગળ વધવાની ઉત્તમ તકો મોકલી આપી.જેથી હું પોતે જ મારી જીદગીને સારી બનાવી શકું.
એટલે કહુ છુ કે કેવો દયાળુ છે એ ! કેટલી અસીમ કૃપા છે એની મારા પર!મારી પ્રાર્થનાઓનો એણે કેવો સરસ જવાબ આપ્યો મ્વ માગ્યુ એવું કંઈ પણ મને ના મળ્યુ પણ મારે ખરેખર જેની જરુર હતી એ બધું જ એણે આપ્યુ.
મારે મેળવાવા માટે મુસ્કેલી પડી પણ મારી જીદગીને ઉત્તમ બનાવી દિધી.