બ્રેડની ભેળ
સામગ્રીઃ
૮ બ્રેડ સ્લાઈસ, અડધો કપ બાફેલા મસળેલા બટાકા, અડધો કપ છીણેલી કાકડી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, ૪ લીલા મરચા, અડધો કપ ઝીણા સમારેલા ધાણા, બે ચમચી સેવ, અડધો કપ પાણીપુરીનો ભુકો, ૨ ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ.
બનાવવાની રીત – બ્રેડને નાના-નાના ટુકદામાં કાપી લો. થોડુ તેલ ગરમ કરી આ ટુકડાને ફ્રાય કરો જેથી એ ક્રિસ્પી થઈ જશે. હવે તેને કાઢીને પેપર પર નાખી તેલ શોષી લો.
હવે એક બાઉલમાં બ્રેડના ટુકડા નાખી, તેમા બટાકા, કાકડી, ડુંગળી, ટામેટા, લીલા મરચા અને મીઠુ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. હવે પાણીપુરીના ટુકડા કરીને તેમા મિક્સ કરો. ઉપરથી લીંબૂનો રસ નાખીને ધાણાથી સજાવી પીરસો.