* ત્વચા માટે દાળનો માસ્ક ખૂબ અસરકારક છે. કોઇપણ દાળમાં એક ચપટી હળદર નાખીને એને વાટીને એની પેસ્ટ બનાવી લો. એમાં થોડાંક ટીપાં લેમન જ્યુસ અને એક ચમચો દૂધ નાખી ત્વચા ઉપર લગાવો. સૂકાઇ જવા આવે એટલે બરાબર ઘસી ધોઇ નાખો.ઘરનું કામકાજ કરતી વખતે હાથમાં રબર ગ્લોવ્ઝ પહેરી રાખો. જ્યારે પણ ચહેરા ઉપર ક્રીમ લગાવો ત્યારે હાથને ન ભૂલશો.
*શાકભાજી કે ફળ સમારતાં પહેલાં હાથમાં થોડું વિનેગર ઘસી લેશો તો હાથ ઉપર ડાઘા નહીં પડે અને હાથ બરછટ નહીં થાય. જો કે, કામ પતી ગયા પછી હાથ સાબુથી ધોવાનું ભૂલશો નહીં.
*અઠવાડિયે એકવાર ત્રિફળાના પાણીથી આંખ ધુવો.
*લાંબી મુસાફરી અથવા તડકામાંથી ફરીને આવ્યા પછી આંખોની બળતરા ઓછી કરવા બરફના પાણીમાં પલાળેલી કાપડની પટ્ટીઓ આંખો ઉપર થોડીવાર મૂકી રાખો.
*ચહેરા ઉપર કોઇપણ ફેસ પેક લગાવતાં પહેલાં આંખની આજુબાજુની ત્વચા ઉપર આલમન્ડ ક્રીમ અર્થે લોશનની માલિશ કરો. ફેસ પેક કાઢતી વખતે આ ત્વચા ઉપર ઘસવાનું જોર ન આપશો.
*શિયાળામાં ત્વચા લુખ્ખી થતી રોકવા સંતરાની છાલનો પાવડર મલાઇ સાથે મિકસ કરી એનાથી ચહેરો ધોવો. ત્વચા તૈલી હોય તો મલાઇને બદલે દહીંનો ઉપયોગ કરો.
*હાથની ફાટી ગયેલી ત્વચાના ઉપચાર માટે બે ચમચી ખાંડ અને લીંબુનો થોડો રસ હથેળીમાં લઇ મિક્સ કરી હાથ ઉપર ઘસો. થોડીવાર રહી ધોઇ લો અને પછી હાથ ઉપર વેસેલીન કે અન્ય ક્રીમ લગાવી લો.
*ત્વચા ખૂબ લુખ્ખી લાગતી હોય તો પહેલાં સાબુ અને ગરમ પાણીથી સ્નાન કરી લીધા પછી ભીના શરીર ઉપર થોડો દૂધનો પાઉડર ઘસો. થોડીવાર ઘસી ગરમ પાણીથી ધોઇ લો.ત્વચાને કોમલ અને સ્નિગ્ધ બનાવવા ઉબટન એક સરળ અને સોંઘુ સાધન છે.
*3 ચમચા જવનો લોટ, એક ઇંડું અને બે ચમચી ચંદન પાવડર, થોડાંક ટીપાં લીંબુનો રસ અને થોડું દૂધ મિક્સ કરીને બનાવેલું ઉબટન બધા જ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે