૩૦૦ ગ્રા. પૌંઆ,
૨૦૦ગ્રા. બટાટા,
૧ ચમચો ખાંડ,
કોપરાનુંછીણ,
કાજુ, દ્રાક્ષ,
આદું,મરચાં,
મીઠું, લીંબુ,
રાઈ, તેલ, કોથમીર
૧. પૌંઆ સાફ કરી, ધોઈ, કોરા કરો. બટાટાને બાફી, છાલ કાઢી કટકા કરો.
૨. દ્રાક્ષને ધૂઓ, કાજુના કટકા કરી, આદું – મરચાંને ઝીણા સમારો.
૩. તેલ ગરમ કરી, રાઈ – હિંગનો વઘાર કરી તેમાં પૌંઆ, બટાટા હલાવો. ખાંડ, લીંબુનો રસ, મીઠું,દ્રાક્ષ, કાજુના ટુકડા નાખીને બરાબર હલાવો.
૪. સમારેલ કોથમીર ને કોપરાનું છીણ ભભરાવીને ઉપયોગ કરો.
૧૮૦૦ કેલરીની આ વાનગી છે.વ્યક્તિ દીઠ ૪૫૦ કેલરી મળે. પૌંઆ, બટાટાની સ્વાદિષ્ટતા, ખાંડની મધુરતા અને કાજુ- દ્રાક્ષની આહલાદકતાને કારણે
આ વાનગી ખૂબ જ ભાવે તેવી નાસ્તાની વાનગી છે.આ વાનગી ખૂબ જ ભાવે તેવી નાસ્તાની વાનગી છે.